સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીન પરથી કબજો દૂર કરી ખૂલ્લી કરાવી છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટુકડીએ મૂળી તાલુકાના આસુ-ન્દ્રાળી ગામમાં દરોડા પાડ્યા. દરમિયાન ખાનગી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું. તંત્રએ કુલ 11 લાખ રૂપિયાનો માલસામાન કબજે કર્યો હતો. ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરવા સરકારી જમીનમાં એક પાકું મકાન બનાવાયું હતું. દરોડા દરમિયાન તંત્રએ સરકારી જમીન પર ત્રણ એકરનું દબાણ તોડી 36 લાખ રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવી છે.
Site Admin | જૂન 30, 2025 8:02 એ એમ (AM)
સુરેન્દ્રનગરમાં તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીનને દબાણમુક્ત કરાવી