ફેબ્રુવારી 23, 2025 7:14 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટના શ્રમિક ભાઈઓ દ્વારા વેપારીઓના સહકારથી આયોજિત આ સમૂહ લગ્નમાં 20 હિન્દુ યુગલો અને બાર મુસ્લિમ યુગલો મળી 32 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. 5000 જેટલા લોકોનો જમણવાર યોજાયો હતો એક બાજુ શાસ્ત્રોક્ત વિધિથી હિન્દુ લગ્ન વિધિ અને બીજી બાજુ મુસ્લિમ પરંપરા અનુસાર નિકાહ યોજાતા કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.