સુરેન્દ્રનગરના શિરવાણિયા ગામની ખેડૂત પુત્રીએ રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કરી ઝાલાવાડ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
છત્તીસગઢના રાજ્યના બિલાસપુર ખાતે અખિલ ભારતીય કુસ્તી સંઘ દ્વારા યોજાયેલ જુનિયર કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી કોમલ મેર એ અન્ડર 15 માં 44 થી 48 કિલોગ્રામ વજન શ્રેણીમાં ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરી આ સિદ્ધિ મેળવી છે. કોમલની આ સિદ્ધિ થી પરિવાર તેમજ સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:07 પી એમ(PM)
સુરેન્દ્રનગરના શિરવાણિયાની ખેડૂત પુત્રીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો