ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2024 8:15 પી એમ(PM) | સુરેન્દ્રનગર

printer

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે.. ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી એટલે કે તા. ૦૬ થી ૦૯ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે..
આ લોકમેળો પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં શરૂ થશે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પુજન અને જલાભિષેક કરીને તેનો પ્રારંભ થશે.. તરણેતરીયા મેળામાં સૌપ્રથમ વાર યોજાશે.. ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે પાંચાળની પુરાતન લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામીણ રમતોત્સવ, પશુ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.