સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ લડાઈની રમતગમત એટલે કે, ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટડીનાં જીવણગઢ ગામનાં આ ખેલાડીએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં આ સિદ્ધિ મેળવી. તેમણે ભવ્ય પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓને મ્હાત આપી છે. આરતી નાગોહે હાલ નડિઆદનાં જિલ્લાકક્ષાના રમતગમત સંકુલ- DLSSમાં અભ્યાસની સાથે રમતગમતની તાલીમ પણ લઈ રહ્યાં છે.
ઓડિશાના કટક ખાતે ભારતીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી ટૅકવૅન્ડો ચોથી સબ-જૂનિયર અને સિનિયર નૅશનલ ચેમ્પિયનશીપ 2025-26માં પણ તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM)
સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો