સુરત પોલીસની સાયબર ગુનાશાખાની ટુકડીએ યુવાનોને થાઈલૅન્ડ મોકલી તેમનું શોષણ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ 40 જેટલા યુવાન સાથે છેતરપિંડી કરી તેમને પહેલા થાઈલૅન્ડ મોકલ્યા. ત્યારબાદ તેમને મ્યાંમાર મોકલી ચીનમાં ગુનેગારોને સોંપતા હોવાનું જણાયું છે. સમગ્ર ગુનામાં પાકિસ્તાની ઍજન્ટ સહિત 12 જેટલા લોકો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, તેમ સાયબર ક્રાઈમનાં DCP બિશાખા જૈને જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:16 પી એમ(PM)
સુરત સાયબર ગુનાશાખાએ કામ અપાવવાની લાલચે વિદેશમાં ભારતીય યુવાનોનું શોષણ કરતા ત્રણ આરોપીને પકડ્યા.