ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2025 7:11 પી એમ(PM)

printer

સુરત સહિત દેશના વિવિધ શહેરોમાં ED ના દરોડા

પ્રવર્તમાન નિદેશાલય – ઇડીએ સુરત સહીત દેશના અલગ અલગ શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પરિમૅચ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ આજે મુંબઈ, દિલ્હી-NCR, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ અને સુરત ખાતે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ માં છેતરપિંડી કરનારા વપરાશકર્તાઓ પાસેથી ભૂતિયા ખાતાઓમાં 2,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યુ છે. આ નાણાનું પછી એજન્ટો દ્વારા ચૂકવણુ કરવામાં આવ્યું હતું. ઇડીએ ઉમેર્યું હતું કે આ ભંડોળ ક્રિપ્ટોવૉલેટ, તમિલનાડુના એક વિસ્તારમાં એટીએમ દ્વારા રોકડ ઉપાડ, ઓછા મૂલ્યના યુપીઆઈ ટ્રાન્સફર અને અન્ય પદ્ધતિઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.