ડિસેમ્બર 30, 2024 7:41 પી એમ(PM) | રાજ્યમંત્રી

printer

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
સુરત શહેરમાં આગામી 45 દિવસ સુધી હેલમેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ટુ વ્હીલર ચાલકો માટે ફરજીયાત હેલમેટના કાયદાનો સઘન અમલ કરાવવામાં આવશે. આ દરમિયાન શહેરની શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક એકમો અને અન્ય સંસ્થાઓમાં હેલમેટ અંગે અભિયાન શરૂ કરવામાં આવશે. જો કે, દોઢ મહિના બાદ હેલમેટ ન પહેરનારા વાહન ચાલકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની કરાશે તેમ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત કહ્યું હતું.. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં શહેરનાં ટ્રાફિક સર્કલથી માંડીને રોડ માર્કિંગ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવ્યા બાદ વાહન વ્યવહારની સુગમતાને ધ્યાને રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં કરવામાં આવશે.