સુરત શહેરને સતત બીજા વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છ વાતાવરણ ધરાવતા શહેરોમાં સુરત શહેરે ત્રીજુ સ્થાન મેળવ્યું છે
નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે શહેરના મેયર, અને મ્યુનિસિપલ કમિશ્નરને આ પુરસ્કાર આપવામાં આવ્યો.
દેશના 130 શહેરોમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો, કચરા નિકાલની વ્યવસ્થા, વાહન તથા ઔદ્યોગિક ઉત્સર્જનમાં ઘટાડો વિગેરે જેવા માપદંડો સાથે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ યોજાયો હતો, તેમાં સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 7:10 પી એમ(PM)
સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત