ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 3:37 પી એમ(PM) | સુરત

printer

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ શાળાના આચાર્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન જાણ કર્યા વિના 33 વખત ધંધાર્થે દુબઇના પ્રવાસે ગયા હતા.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું છે કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય તેવા બે શિક્ષકોની વિગતો મળી છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકોને માફ કરવામાં નહીં આવે..