સુરતની ઉધના પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં એક લાખ 50 હજાર પાનાનું આરોપનામું અદાલતમાં દાખલ કર્યું છે. ઉધના પોલીસે આ કેસમાં અત્યાર સુધી ખાનગી બૅન્કના આઠ કર્મચારી સહિત અનેક આરોપીને પકડ્યા છે. આરોપીઓએ બૅન્ક કર્મચારીઓને લાખો રૂપિયાની લાંચ આપી ખાતા ખોલાવ્યા હોવાનું જણાયું છે. તેમણે 164થી વધુ બનાવટી બૅન્ક ખાતા ખોલીને અત્યાર સુધી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ઉધનાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. દેસાઈએ જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:10 પી એમ(PM)
સુરત પોલીસે એક હજાર કરોડથી વધુની સાયબર છેતરપિંડીના કેસમાં અદાલતમાં આરોપનામું દાખલ કર્યું.