ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 22, 2025 11:23 એ એમ (AM) | E Governce | Surat

printer

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ પુરસ્કાર આપવામાં આવશે.
ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦ ટકા વેરા વસુલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. આ ઉપરાંત, “Secure Palsana” અંતર્ગત ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે 75 જેટલા સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરી છે.
વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાનાર ‘28મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ’ દરમિયાન આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ