ફેબ્રુવારી 19, 2025 7:50 પી એમ(PM)

printer

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. તો 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ લોકો તાપી જિલ્લાના નીંદવાળા ગામના વતની છે અને લગ્નપ્રસંગ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.