જુલાઇ 20, 2025 3:29 પી એમ(PM)

printer

સુરત જિલ્લાના પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

સુરત જિલ્લાના પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાના પુલો, જાહેર ઈમારતો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ. બેઠકમાં શ્રી ટોપનોએ કોઈ પણ બ્રિજ કે ઈમારતોના નિર્માણ સમયે ડિઝાઈનીંગ મુજબ બાંધકામના અસરકારક નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બીજી તરફ ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ જયપ્રકાશ શિવહરેએ જિલ્લા માર્ગ, મકાન, અને પુલોની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.