મે 23, 2025 9:23 એ એમ (AM)

printer

સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે એક કરોડનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કચેરીએ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને એક કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કચેરીને બાતમી મળતાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા વિવિધ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર કોસ્મેટિક બનાવટની ભ્રામક તથા નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચતા કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ દરમિયાન નમૂનાઓમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણ કરતાં ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર એચ.જી.કોશિયાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.