કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે સુરતમાં સુરત અને નવસારી સંસદીય મતવિસ્તારના સંયુક્ત સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. સેવા પખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફૉર વિકસિત ભારત’ની વિષયવસ્તુ સાથે સુરત અને નવસારીમાં આગામી 25 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલશે.તેમાં ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, બાસ્કેટ બૉલ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ધીમી સાયકલ, વૉલિબૉલ સહિત કુલ 16 રમતનો સમાવેશ કરાયો હોવાનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું. 12 શ્રેણીની રમત પુરુષ સ્પર્ધકો માટે અને ચાર શ્રેણીની રમતમાં મહિલા સ્પર્ધક ભાગ લઈ રહ્યાં છે. વિજેતા ટીમને વિજયચિહ્ન અને દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર તથા ચંદ્રક અપાશે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 9:07 એ એમ (AM)
સુરત અને નવસારીનો સંયુક્ત ‘સાંસદ ખેલ મહોત્સવ’નો આરંભ કરાવતા કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ