નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા છે. સુરતમાં શરૂ કરાયેલી મહિલાઓ માટેની વિશેષ ગુલાબી BRTS બસના ચાલક બની તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ મધ્યપ્રદેશના શ્રીમતી શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી BRTS બસ ચલાવી રહ્યા છે. ત્યારે આ મહિલા બસ ચાલકમાંથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે, તેમ પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું.
Site Admin | નવેમ્બર 21, 2025 9:19 એ એમ (AM)
સુરતમાં BRTS બસ ચલાવીને નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા