ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી 156 જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.ગૃહમંત્રી સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. આ રજૂઆતોમાં સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, અને વ્યક્તિગત સમસ્યાઓ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થતો હતો.
Site Admin | જુલાઇ 14, 2025 9:53 એ એમ (AM)
સુરતમાં 156 અરજદારોની ફરિયાદનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિરાકરણ લાવવા તંત્રને સૂચના આપી