સુરતમાં મહિલાઓ માટે ગુલાબી રંગની વિશેષ BRTS બસનો પ્રારંભ કરાયો છે. આ રાજ્યની પહેલી BRTS બસ છે, જેનાં ચાલક પણ મહિલા છે. આ બસ ONGC કૉલોની-થી સરથાણા નૅચર પાર્ક સુધી દોડશે. 20 મહિના પહેલા મહાનગરપાલિકાએ મહિલા ચાલક સાથે ગુલાબી બસ દોડાવવાની જાહેરાત કરી હતી. મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલાં આ બસનાં ચાલક નિશા શર્મા રાજ્યનાં પહેલા બસ-ચાલક બન્યાં છે.
સુરતમાં પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ આગામી સમયમાં તમામ રૂટ પર ગુલાબી બસ દોડાવાશે તેવી જાહેરાત પણ કરી.
Site Admin | નવેમ્બર 20, 2025 7:06 પી એમ(PM)
સુરતમાં મહિલાઓ માટે રાજ્યની પહેલી ગુલાબી રંગની BRTS બસનો પ્રારંભ.