વર્ષ 2018ના સુરતમાં બિટકોઈન ખંડણી અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન્સ અદાલત ખાતેની ACBની વિશેષ અદાલતે પૂર્વ ધારાસભ્ય
નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે.
પોલીસ અધિકારીઓએ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા 2012માં GPPમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:13 પી એમ(PM)
સુરતમાં બિટકોઈન ખંડણી અને અપહરણ કેસના 14 આરોપીને આજીવન કેદની સજા