છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ધ્રુવ બાંભણીયા અને વિન્સી તન્ના 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં વિજેતા થયા છે. સુરતમાં યોજાયેલી સ્પર્ધામાં કચ્છના ધ્રુવ બાંભણીયાએ બે રમતની સરસાઈ હાંસલ કરી, પરંતુ બીજા ક્રમના અંશ ખમારે વળતી લડત આપીને આગામી બે રમત જીતીને સ્કોર સરભર કર્યો. જોકે ધ્રુવે અંતિમ રમત જીતવાની સાથે આ સિઝનનો પોતાનો પ્રથમ ખિતાબ 3-2થી જીત્યો.
છોકરીઓની શ્રેણીમાં સુરતના જ બે ખેલાડી વચ્ચે ફાઇનલ રમાઈ, જેમાં વિન્સી તન્નાએ તેના સાથી અને બીજા ક્રમના ધિમહી કાબરાવાલાને 3-0થી હરાવ્યા. તેમણે આ સિઝનમાં ત્રીજો ખિતાબ જીત્યો. આ ટુર્નામેન્ટમાં વિન્સી એક પણ રમત હાર્યા નથી.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 7:51 પી એમ(PM)
સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કચ્છ અને સુરતના ખેલાડીઓનો વિજય
