સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો. આજે 13મા ક્રમના હેત ઠક્કરે ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની મેચમાં હરાવ્યો. હેતે પહેલી રમત 16-18થી ગુમાવી હતી પરંતુ ત્યાંથી પુનરાગમન કરીને તેણે પૂજનને પાછળ ધકેલી દીધો હતો અને અંતે 16-18, 12-10,11-9,13-15,11-6થી મેચ જીતીને બોયઝ અંડર-19 કેટેગરીની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
ગર્લ્સ અંડર-17ના પ્રથમ રાઉન્ડની મેચમાં સુરતની ત્રીજા ક્રમની વિન્સી તન્નાએ તેના જ શહેરની ફોરમ ભાવસારને 3-0થી હરાવીને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 7:07 પી એમ(PM)
સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો.
