સુરત વિમાનમથક પરથી અંદાજે એક કરોડ 42 લાખ રૂપિયાના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસી પકડાયો છે. સત્તાવાર યાદી મુજબ, ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે બૅન્કૉકથી સુરતની એક ઉડાનમાં એક શંકાસ્પદ પ્રવાસીના સામાનની તપાસ કરવામાં આવી. તેની પાસેથી ચાર કિલોથી વધુના વજનનો કેફી પદાર્થ મળી આવ્યો હતો. સુરત ગુનાશાખા, કસ્ટમ્સ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – C.I.S.F.ની ટુકડીએ સંયુક્ત કામગીરી કરી આ સફળતા મેળવી છે.
ન્યાયસહાયક તપાસ પૂર્ણ કર્યા બાદ ગુનાશાખાની ટુકડીએ પ્રવાસીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | નવેમ્બર 18, 2025 7:19 પી એમ(PM)
સુરતમાં એક કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસીની ધરપકડ