સુરતનો 25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસના ટોચના 35માં સ્થાન મેળવનાર પાંચમો ભારતીય બન્યો છે. ટોચના 35માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી છે.આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35મા ક્રમ સાથે ત્રણ ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ.શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:50 એ એમ (AM)
સુરતનો 25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસના ટોચના 35માં સ્થાન મેળવનાર પાંચમો ભારતીય બન્યો