સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે. જોકે,બજારની 834 દુકાનમાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી 11 લોકોની એક સમિતિ બનાવાશે. આ ઉપરાંત વેપારીઓને મદદ પહોંચાડવા મૉબાઈલ નંબર જાહેર કરાશે. લોકો તરફથી મળેલી રકમ વેપારીઓના ખાતામાં સીધા જ જમા કરાવાશે. આ અંગે સુરત વેપાર અને કાપડ સંગઠન મહામંડળ- ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે આ અંગે માહિતી આપી હતી.બીજી તરફ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે તપાસ કરવાની માગ સાથે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:03 પી એમ(PM)
સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે