વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના અનુદાનથી 81 લાખ રૂપિયાના ખર્ચે સાકારિત થયેલા ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને પૂર્વ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.દર્શનાબેન જરદોશે આ કેન્દ્ર કૃષિમાં કપાસ સંશોધન માટે ખૂબ ઉપયોગી બનશે એમ જણાવી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો, કૃષિ અભ્યાસના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ કેન્દ્ર સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓને સંશોધન, માટી પરીક્ષણ, બીજ વિકાસ, જીવાત નિયંત્રણ અને તાલીમ કાર્યક્રમોની સુવિધા પૂરી પાડશે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:50 એ એમ (AM)
સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ૮૧ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને ખુલ્લું મૂકતા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ