સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ અંગદાન થયું છે. બીજા અંગદાનમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના પાટીલ પરિવાર દ્વારા પણ સ્વજન ૨૮ વર્ષીય બ્રેઈનડેડ સ્વજન અક્ષય વિલાસ પાટીલના લીવર, બે કિડનીના દાન બાદ વધુ અંગદાન થયું છે.
Site Admin | નવેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થતાં અન્યને નવજીવન પ્રાપ્ત થશે