ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 17, 2025 6:16 પી એમ(PM) | સુરત

printer

સુરતની અદાલતે માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી

સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે એડવોકેટ નયન સુખડવાલાએ વધુ માહિતી આપી.

ટૂંકા ગાળામાં જ આરોપીઓને દોષિત ઠેરવી સજા અપાવવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને અદાલતની કામગીરી પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે, મોટા બોરસરા ગામમાં ગત 8મી ઓક્ટોબરે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઘટનાના એક આરોપીનુ હાર્ટ એટેકને કારણે મોત થયુંહતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.