સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, વર્ષ 2017માં નાનપુરા ટીમલિયાવાડ ખાતે એક ઉપાશ્રયમાં વડોદરાનાં શ્રાવિકા સાથે દુષ્કર્મ થયું હતું. આ મામલે એક મુનિ પર આક્ષેપ કરાતા અઠવાલાઈન્સ પોલીસે મુનિની ધરપકડ કરી હતી. આજે અદાલતમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.
Site Admin | એપ્રિલ 5, 2025 10:03 એ એમ (AM)
સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે
