ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 11:51 એ એમ (AM)

printer

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ જીમ અને સ્પામાં મોડી રાત્રે આગ લાગતા 2 મહિલાના મોત થયા

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ જીમ અને સ્પામાં મોડી રાત્રે આગ લાગતા 2 મહિલાના મોત થયા છે. આગ લાગતા ફાયર બ્રિગેડની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સાથે જ ઘટના સ્થળે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ પણ કરાયું હતું. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કારણે બે મહિલાના ગૂંગળામણના કારણે મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, જે કોમ્પલેક્સમાં આગ લાગી તેની સામે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફીસ પણ છે. હાલ આગ કાબુમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ