સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે.. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે.
ત્રણ બાળકીઓ સહીત એક બાળક રમી રહ્યા હતા, ત્યારે તેઓએ આઇસ્ક્રીમ ખાધા બાદ ચારેની તબિયત લથડી હતી. તેમણે ઉલટીઓ કરવાનું શરૂ કરતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલ લાવતા ત્રણ બાળકીઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાળકીઓના મૃતદહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે..
Site Admin | નવેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)
સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં
