સુરતના પલસાણામાં કાપડની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં 3ના મોત અને 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલ અને બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ત્રણથી ચાર લોકોની હાલત હજુ પણ ગંભીર છે.
અમારા જિલ્લા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ઘટના બાદ ફાયર વિભાગની ટુકડીએ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. મિલમાં ફસાયેલા કામદારોને પોલીસ અને અન્ય લોકોની મદદથી બહાર કઢાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 9:41 એ એમ (AM)
સુરતના પલસાણામાં કાપડની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં 3ના મોત અને 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત