સુરતના ટૅનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચૅક રિપલ્બિક દેશમાં ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. 28થી 31 ઑગસ્ટ સુધી ઑમેગા રમતગમત કેન્દ્ર ખાતે યોજાયેલી WTT ફિડર ઑલોમોસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. ફાઈનલમાં ત્રીજા ક્રમાંક ધરાવતા હરમિત દેસાઈ ઇરાનના ખેલાડી નોશાદ અલામિયાં સામે 2—3થી હારી ગયા હતા.
અગાઉ તેમણે સ્થાનિક ખેલાડી અને અહીં બિન-ક્રંમાકિત તરીકે રમેલા જાકુબ ઝેલિન્કાને 3-2થી હરાવ્યા હતા. શ્રી દેસાઈએ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના બિન-ક્રમાંકિત લૉરેન્સ ડેવોસને ત્રણ-એકથી હરાવી સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:10 પી એમ(PM)
સુરતના ટૅનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચૅક રિપલ્બિક દેશમાં ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો
