જુલાઇ 8, 2025 8:54 એ એમ (AM)

printer

સુરતના જ્વેલરી શો-રૂમમાં લૂંટ, ગોળીબારમાં દુકાનનાં માલિકનું મૃત્યુઃ એકને ઇજા

સુરતમાં જ્લેવર્સ શોરૂમમાં લૂંટ અને ગોળીબારની ઘટનામાં માલિકનું મૃત્યુ થયું છે.અમારા પ્રતિનિધિના જણાવાયા અનુસાર ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ચાર હથિયારધારી લૂંટારૂઓ લૂંટના ઈરાદે સુરતના શ્રીનાથ જ્લેવર્સ શોરૂમમાં પ્રવેશ્યા હતા. લૂંટનો પ્રતિકાર કરતા લૂંટારૃઓ દ્વારા શોરૂમના માલિક આશિષ રાજપરા પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગંભીર રીતે ઘાયલ આશિષભાઈને હોસ્પિટલ લઈ જવાયા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા હાલ સારવાર હેઠળ છે. આ ઘટના બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપીઓમાંથી એક આરોપી સ્થાનિક લોકો દ્વારા પકડી પડાયો હતો. બાકીના આરોપીઓ લુંટેલી વસ્તુઓ લઈ ભાગી ગયા હતા.પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.