જૈન મુનિ શાંતિસાગરને એડિશનલ સેશનસ જજની કોર્ટે10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરતના જૈન ઉપાશ્રયમાં આઠ વર્ષ અગાઉ વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનારા જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે ગઈ કાલે દોષિત ઠેરવ્યા હતા.
અમારાં સુરતના પ્રતિનીધી લોપા દરબાર જણાવેછે કે આ કેસમાં સરકાર પક્ષે રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષીત સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષીનાં નિવેદનો મહત્ત્વનાં સાબિત થયાં હતાં. સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માગ કરી હતી.
Site Admin | એપ્રિલ 5, 2025 7:58 પી એમ(PM)
સુરતના જૈન ઉપાશ્રયમાં શ્રાવિકા પર દુષ્કર્મ કેસમાં જૈન મુનિને 10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ