સુરતના જહાંગીરપુરા પાસેથી એસઓજીએ બાતમીના આધારે ઍક યુવકને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 12 લાખ 95 હજારની કિંમતનો 129.58 ગ્રામ ઍમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઍસઓજીના જણાવ્યા મુજબ, સ્ટાફના માણસોઍ બાતમીના આધારે જહાંગીરપુરા શરણમ રેસીડેન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પાસેથી બાઈક ઉપર જતા, મૂળ મહારાષ્ટ્રના યુવાનને ઝડપી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. ઍસઓ જીઍ ડ્રગ્સï, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ડ્રગ્સનો જથ્થો સુરતના એક શખ્સે મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.. જહાંગીરપુરા પોલીસમાં ગુનો દાખલ કરી ડ્રગ્સનો જથ્થો આપનાર અને મંગાવનારને વોન્ટેડ બતાવી આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Site Admin | મે 20, 2025 9:30 એ એમ (AM)
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ડ્ર્ગ્સ સાથે એક યુવકની ધરપકડ
