જુલાઇ 21, 2025 7:13 પી એમ(PM)

printer

સુરતના ખેલાડી મોહસિન અલી-મોહમ્મદ શેઠે વિએતનામમાં યોજાયેલી પાવર-લિફ્ટીંગ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા.

સુરતના ખેલાડી મોહસિન અલી-મોહમ્મદ શેઠે પાવર-લિફ્ટીંગ ચેમ્પિયનશીપ 2025માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. વિએતનામમાં યોજાયેલી સ્પર્ધામાં ખેલાડીએ માસ્ટર-વન શ્રેણીમાં 495 કિલો વજન ઊંચકી પાવર લિફ્ટીંગ અને ડેડ-લિફ્ટ વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
સ્પર્ધામાં ભાગ લેનારા ચીન, જાપાન, ભારત, સિંગાપોર, કુવૈત, બહેરિન, થાઈલૅન્ડ, વિએતનામ, દક્ષિણ કૉરિયા, નેપાળ, કઝાખસ્તાન અને કિર્ગીસ્તાન દેશના ખેલાડીઓને પાછળ મુકી સુરતના ખેલાડીએ આ સિદ્ધિ મેળવી છે. ખેલાડી મોહસિન અલી મોહમ્મદ શેઠે તેમના ચંદ્રકને દેશને સમર્પિત કર્યા છે. તેમણે પરિવાર અને મિત્રોના સાથ બદલ આભાર પણ વ્યક્ત કર્યો.