વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે,ઓલપાડમાં દસ હજાર રેઇન વોટર હાર્વેસ્ટીંગના કામો પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું જળસંચયની યોજના જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે.
Site Admin | માર્ચ 17, 2025 9:57 એ એમ (AM)
સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કરાયું
