સુરતના ઉંબેર ખાતે 2 હજાર 472 લાખ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 618 આવાસ નિર્માણ કાર્યનું ધારાસભ્ય સંદિપ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું. કનસાડ,સચિન,ઉન અને આભવા વિસ્તારમાં આ આવાસોનું નિર્માણ કરાશે. આ પ્રસંગે શ્રી દેસાઇએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ આવાસો દ્વારા આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તું અને ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ થશે.
Site Admin | નવેમ્બર 16, 2025 9:52 એ એમ (AM)
સુરતના ઉંબેર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અને મોરબીમાં માર્ગોના કામનું ખાતમુહૂર્ત થયું