જાન્યુઆરી 18, 2025 2:57 પી એમ(PM)

printer

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓડિશા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરીએ જણાવ્યું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાના ગુણનો વિકાસ થાય છે.
દેશના 18 રાજ્યોના પ્રતિનિધિ તેમજ શ્રીલંકાથી 2 અને મલેશિયાથી એક સ્કાઉટસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.