ડિસેમ્બર 1, 2025 9:32 એ એમ (AM)

printer

સુરતના અલથાણ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે લોકો સાથે ચર્ચા કરી હતી. સુરતમાં અલથાણ વિસ્તારમાં મોડી સાંજે હર્ષ સંઘવી અલથાણ વિસ્તારના સોહમ સર્કલ પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકો સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપી હતી. આ ઉપરાંત તેમણે લોકો સાથે આત્મિયતાની સંવાદ પણ કર્યો હતો.