પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન છેલ્લા દાયકામાં ત્રણ ગણું વધીને 1.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જેમાં 2014થી 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનુ ઉત્પાદન થયું છે.શ્રી મોદીએ ગઈકાલે ગોવા અને કારવારના દરિયાકાંઠે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ-INS વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે દીવાળી ઉજવી હતી. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચેના અસાધારણ સંકલનથી પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.પ્રધાનમંત્રીએ સુરક્ષા દળોની બહાદુરી અને દૃઢ નિશ્ચયની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમના કારણે જ રાષ્ટ્રે માઓવાદીઑનો ખાતમો બોલાવી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.પદભાર સાંભળ્યાના પ્રથમ વર્ષે શ્રી મોદીએ લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી. ગયા વર્ષે તેમણે સર ક્રીક ખાતે તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:19 એ એમ (AM)
સુરક્ષા દળોની બહાદુરીથી દેશે માઓવાદીઓને નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
