જમ્મુ અને કાશ્મીરમાં, ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. શ્રેણીબધ્ધ હુમલા અને અથડાણમની ઘટનાને પગલે સુરક્ષા દળોએ ઐતિહાસિક મુઘલ રોડ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં તકેદારી અને ચોકસાઇ વધારી છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે મુગલ રોડ એક આંતર-પ્રાંતીય માર્ગ છે જે કાશ્મીર ખીણને જમ્મુ પ્રાંતના રાજૌરી અને પૂંચના જોડિયા સરહદી જિલ્લાઓ સાથે જોડે છે. આ માર્ગ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકલ્પ તરીકે કાર્ય કરે છે. જમ્મુથી કાશ્મીર અને તેનાથી વિપરીત તમામ વાહનો અને રાહદારીઓની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળોએ મુગલ રોડ અને તેની સાથે જોડાયેલા વિસ્તારો પરના તમામ મોટર વ્હીકલ ચેક પોઈન્ટ્સને સતર્ક બનાવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 2:27 પી એમ(PM)
સુરક્ષા દળોએ ઐતિહાસિક મુઘલ રોડ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં તકેદારી અને ચોકસાઇ વધારી
