સુપ્રીમ કોર્ટે આજે તેના એક ચુકાદામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા માટેનો સમય સવારે ૬-૭ અને રાત્રે ૮-૧૦ વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેને તહેવારોની ઉજવણી અને પર્યાવરણના રક્ષણ વચ્ચે “સંતુલિત અભિગમ” તરીકે વર્ણવ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ આર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ આદેશ એક કામચલાઉ પગલું છે જેનો હેતુ પ્રદૂષણને કાબુમાં લેવાના પ્રયાસો સાથે કાળજીપૂર્વક નિયંત્રિત છૂટછાટ સહઅસ્તિત્વમાં રહી શકે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 2:01 પી એમ(PM)
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 18થી 21 ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી
