સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં.. સર્વોચ્ચ અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો છે કે આ પડતર કેસોમાં, સુપ્રીમ કોર્ટના આગળના આદેશો સુધી કોઈ અંતિમ અથવા અસરકારક આદેશો અપાશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સ્પેશિયલ બેન્ચે કેન્દ્ર સરકારને 1991ના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓનો જવાબ ચાર અઠવાડિયામાં આપવા કહ્યું છે.
ન્યાયાધીશ સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથનનો સમાવેશ કરતી બેંચે વકિલ કનુ અગ્રવાલ, વિષ્ણુ શંકર જૈન અને એજાઝ મકબૂલને આ મામલામાં નોડલ કાઉન્સેલ તરીકે નિયુક્ત કર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:01 પી એમ(PM) | સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં.
