સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો છે. તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત પ્રથમ ‘ડૉ. આંબેડકર મેમોરિયલ લેક્ચર’માં બોલી રહ્યા હતા.ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું કે, પાછલા વર્ષોમાં, દેશે વિવિધ બાહ્ય આક્રમણો અને આંતરિક અશાંતિનો સામનો કર્યો હતો, છતાં તે એક અને મજબૂત રહ્યો, બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સમયાંતરે બંધારણમાં સુધારા પણ કરવામાં આવ્યા હોવાનો તેમણએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | એપ્રિલ 15, 2025 9:24 એ એમ (AM)
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો