સુપ્રિમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે આ મામલે અરજદારને વડી અદાલતમાં જવાનું કહ્યું હતું.
મહાકુંભમાં બનેલી દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા બાદ આવી ઘટના અટકાવવા અંગેની જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ સંજીવ કુમારની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર ક્યો હતો.
નાસભાગની ઘટનાઓ અટકાવવા અને બંધારણની કલમ 21 મુજબ સમાનતા અને જીવનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટેની જાહેર હિતની અરજીમાં માંગણી કરવામાં આવી હતી.