મહેસાણામાં મોઢેરાના ઐતિહાસિક સર્યમંદિર ખાતે આજથી બે દિવસના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાયું છે. બે દિવસના શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાના આ મહોત્સવમાં વિશ્વ વિખ્યાત કલાકારો નૃત્યરસિકોને કળાનું પાન કરાવશે.
સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિના ‘અર્ધ’ અવસરે મોઢેરાના પ્રાંગણમાં આજે પહેલા દિવસે કલાકાર રમિન્દર ખુરાના ઓડીસી, મિનાક્ષી શ્રીયન ભરતનાટ્યમ્, માયા કુલશ્રેષ્ઠા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા ભરતનાટ્યમ્, ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય મણિપુરી અને બીના મહેતા કુચિપુડી દ્વારા તેમની કળા રજૂ કરશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 7:30 પી એમ(PM)
સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ.