કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય 54 ઉત્પાદનોના કિમંત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નાણામંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં GST બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે આ GST સુધારાઓનો અમલ કેન્દ્ર સરકાર અને GST કાઉન્સિલ વચ્ચેના સહયોગને પ્રતિબિંબિત કરે છે જેથી લોકો માટે મહત્તમ લાભ મેળવી શકાય. તેમણે જણાવ્યું હતું કે દરોમાં ઘટાડો, પ્રક્રિયાઓનું સરળીકરણ, સ્લેબની સંખ્યા ચારથી ઘટાડીને બે કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે GST સુધારાના બીજા તબક્કાએ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે, જેના કારણે તહેવારો દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રેકોર્ડ વેચાણ થયું છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)
સુધારેલા GST દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે-નાણામંત્રી નિર્મલા સીતારમણ
