સુદાનમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનમાં એક આખું પર્વતીય ગામ તૂટી ગયું છે, ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
સુદાન લિબરેશન મુવમેન્ટે જણાવ્યું હતું કે સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓને પીડિતોના મૃતદેહ મેળવવામાં મદદ કરવા પણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુદાન 2023 થી સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે લોહિયાળ ગૃહયુદ્ધમાં ફસાયેલું છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 1:55 પી એમ(PM)
સુદાનમાં થયેલા ભૂસ્ખલનને કારણે એક હજારથી વધુ લોકોના મોત
